બનાસકાંઠામાં ભારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, અનેક વિસ્તારોમાં ભારે નુકસાન

કોરોના વાયરસના કહેરના કારણે જગતનો તાત ખેડૂત પહેલા જ પાકના ભાવના મળવાના કારણે ચિંતાતુર છે ત્યારે વધુ એક આફત તેના માથે આવી છે. બનાસકાંઠા અને પાટણમાં જિલ્લામાં વીજળીના કડાકા, ભારે વાવાઝોડા સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે.બનાસકાંઠાના વાવ, થરાદ, લાખણી, દિયોદર, સુઇગામ, ડીસા,અમીરગઢ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવ ,સુઇગામમાં કરા સાથે કમોસમી માવઠું પડ્યું છે. વીજળીના કડાકા, ભારે વાવાઝોડા સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.અમદાવાદીઓ શાકભાજી ખરીદતા ચેક કરજો, સ્ક્રિનિંગ કાર્ડ હોય તો જ ખરીદજો શાકભાજી ભારે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ ઝાડ અને વીજ પોલ ધરાશાઈની ઘટના બની છે. અનેક ગામડાઓમાં ઘરોને નુકસાન પણ પહોંચ્યું છે. માવઠાના કારણે ખેડૂતોને બાજરી, જુવાર સહિતનો પાક નિષ્ફળ જવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.