કોરોનાના સંક્રમણને ફેલાતું અટકવાવા માટે છેલ્લા 40 દિવસથી લોકડાઉન છે લોકડાઉનને પગલે પાનમાવા વેચાણ પ્રતિબંધ છે ત્યારે મોરબીના ગેસ્ટ હાઉસના સ્ટોર રૂમમાં પાન મસાલા , ગુટકા , તમાકુ અને બીડીનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને બે શખ્શોને ઝડપી મુદામાલ જપ્ત કર્યો છે .મોરબી જીલ્લા પોલીસવડા ડો . કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી , પીએસઆઈ બી ડી પરમારની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજશી દેવજી નામની દુકાનવાળા સંજયભાઈ હિમતલાલ લુવાણા તેમજ સૌરાષ્ટ્ર લોજ વાળા હિરેનભાઈ ખોડીદાસ પરાબજારમાં આવેલ સૌરાષ્ટ્ર લોજના ગેસ્ટહાઉસના સ્ટોર રૂમમાં પાનમસાલા , ગુટખા અને બીડીનો જથ્થો રાખી વેચાણ કરતા હોય તેવી બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો . જેમાં આરોપી હિરેન ખોડીદાસ ભાવસરા ( રહે મોરબી ગ્રીન ચોક ) અને સંજય હિમતલાલ પંડિત ( રહે મોરબી જુના મહાજન ચોક ) ને ઝડપી લઈને માવા , બીડી , સિગારેટ , ગુટખા અને તમાકુનો વેપાર કરતા ઝડપી લઈને કુલ રૂપિયા એક લાખ દશ હજાર ત્રણસો ઓગણસાઇઠ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે .