મોરબીના નવી નવલખી ફાટક નજીક કારની ઠોકરે બાઈકસવાર ત્રણને ઈજા

મોરબીના નવી નવલખી વર્ષામેડી ફાટક પાસે રહેતા આઝાદ ઉમરભાઈ સોઢાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે મોટરસાયકલ પર ત્રણ સવારીમાં જતા હોય ત્યારે નવલખી ફાટકથી રવિરાજ ચોકડી તરફ મારૂતી અલ્ટો કાર નં જીજે ૧૨૩ ડીજી ૭૯૫૮ ના ચાલકે મોટરસાયકલને હદ્ફેત લેતા ફરિયાદી આઝાદ સોઢા તેમજ તેની સાથે બાઈકમાં સવાર અજીમ્ભાઈ અને સલેમાનભાઈ એમ ત્રણને ઈજા કરી છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે