ધારીના સેમરડી નજીક જંગલમા આગ લાગતા ૧૦ હેકટરમાં ઘાસ બળીને ખાખ

ધારીના સેમરડી નજીક અચાનક દવ લાગતા ૧૦ હેકટર જેટલુ જંગલ બળીને ખાખ થઈ ગયુ હતુ. ધારી ગીર પૂર્વમા લગભગ બે વર્ષ બાદ ફરી દવ લાગવાની શરૂઆત થઈ છે. આ દવ માનવ સર્જીત છે કે કુદરતી તેની તપાસ ચાલી રહી છે.ધારી ગીરપૂર્વના સેમરડી ગામ નજીક બપોરના સમયે અચાનક દવ લાગતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને બપોરે લાગેલો દવ મોડી સાંજે કાબુમા આવ્યો હતો. ૧૦ હેકટર જેટલા વિસ્તારમા દવ લાગતા સુકુ ઘાસ, વૃક્ષો બળીને ખાખ થયા હતા. છેલ્લા બે વર્ષથી ધારી ગીર પૂર્વમા દવ લાગ્યો ન હતો.પરંતુ હવે ફરી દવની ઘટના સામે આવી છે.