કિડાણામાં ત્રણ વ્યક્તિઓ પર ગુપ્તીથી હુમલો

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કિડાણા લક્ષ્મીનગરમાં રહેતા વેણુ ભાસ્કરરાવ મુગી તેના ભાઈ રાજેશ ભાસ્કરરાવ મામા રામુ ગણપત અને કુટુંબી જોગારામ સાથે ઘરે હતા ત્યારે ઘર પાસે કાર રાખવા બાબતે ચંદન ઝા નામના શખસને બોલાચાલી કરીને ચંદન જા અનિલ જા અને સબીરે હુમલો કરીને માર માર્યો હતો અને શરીરે ગુપ્તીથી ભાસ્કરરાવ અને રાજેશભાઈ ઉપર હુમલો કર્યો હતો પોલીસે તમામ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.