ખોડાસર માં મજૂરીના રૂપિયા માંગવા જતા ત્રણ ને માર માર્યો

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ખોડાસર માં રહેતા અરવિંદભાઇ લખમણભાઇ ખીમશું અને તેના બે ભાઈઓ ખોડાભાઈ અને ભરતભાઈ સાથે મળીને કડિયા કામ કરતા હોય જૂની મજૂરીના રૂપિયા માંગતા કારમાં આવેલા રમેશભા રામભા ગઢવી શિવુભા હેમુભા ગઢવી અને દિનેશભા ગઢવી એ તારે કામ માટે આવવું પડશે એમ કહીને ધોકા વડે માર માર્યો હતો પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે