ચાંદની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિર સોમનાથ જીલ્લાનાં 220 થી વધુ પરિવારોને આશરે 2,60,000રૂ ની કિટ નું વિતરણ

પ્રભાસ પાટણમાં આવેલી સંસ્થા ચાંદની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સખી દાતાઓ અને યુવાનો ના સાથ સહકારથી સેવાકીય પ્રવૃત્તિ માટે ઘણી કાયૅરત જોવા મળે છે. હાલમાં ચાલી રહેલ વૈશ્‍વ‍િક મહામારી (COVID19) નાં કારણે નિમ્ન /મધ્યમ વર્ગના પરિવારોને જીવન ટકાવી રાખવું એ ચિંતાનો વિષય બની ગયો છે.આ ગંભીર પરિસ્થિતિમાં રોજનું કમાઈને ઘર સંસાર ચલાવતા આ પરિવારો આજે મુશ્કેલીમાં મુકાય ગયાં છે ત્યારે આ સંસ્થા દ્વારા પ્રભાસ પાટણ અને આસપાસના ગામોમાં સવૅ હિન્દુ-મુસ્લિમ ધમૅના પરિવારજનોને આશરે 25 દિવસ સુધી ચાલી રહે તેટલી રાશનની કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.કોઈના સાથી મનુષ્ય માટે કાળજી અને કરુણા બનવું એ ઇસ્લામનો એક મુખ્ય ભાગ છે.ગરીબ લોકોને ખોરાક આપવો, અનાથ, સંબંધીઓ અને મુસાફરોને સહાય કરવી, અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવું આ બધા સંદર્ભો દાનના મહત્વ પર ભાર મૂકે છે. મુસ્લિમ ધર્મના સ્થાપક પ્રોફેટ મુહમ્મદ (સ.અ.વ.) ની આ વાતો સ્નેહ અને ભાઈચારોનો સંદર્ભ આપે છે.

આ ઉપરાંત લોકડાઉનના સમય દરમિયાન ફરજ બજાવતા પોલીસ સ્ટાફને ઠંડા પિણા તેમજ પાણીની બોટલો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ માનવસેવામાં સંસ્થાના પ્રમુખ હારૂનભાઈ માંગરોલિયા તેમજ તેમની ટિમ દ્વારા ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ સંસ્થા દ્વારા પૂર, પવન, વરસાદ વગેરે જેવી કુદરતી આફતો વખતે આસપાસના વિસ્તારોમાં રહેતા તમામ ધર્મોના લોકોને કોઈપણ પ્રકારનાં ભેદભાવ કે સ્વાથૅ વગર મદદ કરવા તત્પર રહે છે. તેમજ સરકારી કાર્યક્રમોમાં વહીવટી તંત્રને મદદ મળી રહે તે માટે સંસ્થા ખાતે વિવિધ સેવાસેતુ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે અને આ સંસ્થાની ઉમદા પ્રવૃત્તિમાં સખિ દાતાઓનો બહોળો ફાળો રહેલો જોવા મળે છે.

ત્યારે આ સંસ્થા સતત કાર્યરત રહે અને આગળ વધતી રહે તે માટે તમામ ગામના પટેલશ્રિઓ, આગેવાનશ્રિઓ, સરપંચશ્રિ તથા દિલિપસિંહ બારડ (પૂર્વ પ્રમુખ- સુત્રાપાડા નગરપાલિકા), રસિદભાઈ મલેક (ઉપ પ્રમુખ- સુત્રાપાડા નગરપાલિકા) દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી અને આ માનવસેવા કરવા બાબત આભાર વ્યક્ત કર્યો હતો.