બોટાદ દીપચંડી સન્યાસ આશ્રમની મુલાકાત લેતાં જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તા

WhatsApp-Image-2020-05-06-at-8.03.21-AM
  વિશ્વની મહામારી કોરોનાનો રોગચાળો જ્યારે સમગ્ર વિશ્વમાં વ્યાપી રહ્યો છે ત્યારે આ લોક ડાઉનના કપરા સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પોતાનો માનવીય અભિગમ દ્વારા લોકોની સેવા કરતા હોય છે જેમાં બોટાદ સ્થિત આવેલ દિપચંડી સન્યાસ આશ્રમ દ્વારા બોટાદ શહેરમાં પણ સવાર સાંજ 500 લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં  આવે છે.   આજ રોજ બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી વિશાલ ગુપ્તાએ આ આશ્રમની મુલાકાત લીધી હત્તી અને આ આ મુલાકાત લેતા તેમને આનંદ વ્યક્ત કરતા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આશ્રમના મહંતશ્રી મહાસુખાનંદ સરસ્વતીજી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.      આ મુલાકાત દરમિયાન જિલ્લા આયોજન અધિકારીશ્રી બ્રિજેશ જોષી, રસીકભાઈ કણઝરીયા, ધીરૂભાઈ તેમજ તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા