હોર્મુઝની ખાડીને સુરક્ષિત રીતે પાર કરી ‘LNGC DISHA’ જહાજ સફળતાપૂર્વક દહેજ બંદરે પહોંચ્યું

image-201

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે સંઘર્ષ વચ્ચે ભારતના ઊર્જા ક્ષેત્ર માટે ખૂબ જ મહત્ત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ લિક્વિફાઇડ નેચરલ ગેસ લઈને આવી રહેલું વિશાળ દરિયાઈ જહાજ ‘દિશા’ સફળતાપૂર્વક ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ પોર્ટ પર પહોંચી ગયું છે. વ્યૂહાત્મક રીતે વિશ્વના સૌથી સંવેદનશીલ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ દરિયાઈ માર્ગને પાર કરીને આ ટેન્કર શુક્રવારે સવારે આશરે 7:32 વાગ્યે દહેજ ટર્મિનલ પર લાંગર્યું છે. વેસલ ટ્રેકિંગ ડેટાના આધારે આ મહત્ત્વની માહિતી સામે આવી છે.આ એલએનજી કાર્ગો કતારના પ્રખ્યાત ‘રાસ લફાન એલએનજી ટર્મિનલ’ પરથી લોડ કરવામાં આવ્યું હતું. આ જહાજમાં 62,370 મેટ્રિક ટન જેટલો એલએનજીનો જંગી જથ્થો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વેસ્ટ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે આ જહાજ છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ખાડી વિસ્તારમાં જ ઊભું રાખવામાં આવ્યું હતું. લાંબી પ્રતિક્ષા અને તમામ સુરક્ષા પાસાઓની ચકાસણી બાદ આખરે આ સફર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ બંદરે કતારથી પ્રવાહી કુદરતી ગેસ (LNG) ભરીને નીકળેલું વિશાળ ‘LNGC DISHA’ જહાજ સફળતાપૂર્વક દહેજ LNG ટર્મિનલ ખાતે આવી પહોંચ્યું છે. આ જહાજે ગત 15 જૂન 2026ના રોજ વૈશ્વિક સ્તરે અત્યંત તણાવપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડીને સુરક્ષિત રીતે પાર કરી હતી. ઉલ્લેખનીય છે કે, સંબંધિત વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ સમાપ્ત થયા બાદ હોર્મુઝની ખાડી પાર કરીને ભારત આવનારું આ સર્વપ્રથમ LNG જહાજ છે. આ જહાજમાં અંદાજે 62 હજાર મેટ્રિક ટન જેટલો અધધ LNG કાર્ગોનો જથ્થો લાવવામાં આવ્યો છે. આ જથ્થો દહેજ ટર્મિનલ પર પહોંચતા જ દેશની ઊર્જા સુરક્ષાને ખૂબ મોટી મજબૂતી અને નવું બળ મળશે.