પાવાગઢમાં મોતનો પથ્થર: ભારે વરસાદે પહાડ ધરાવ્યો, યાત્રાધામ પાટિયા ફુલ પાસે લેન્ડસ્લાઈડ, 3 ગંભીર, 2 દટાયા”

મેઘરાજાના ધડાકે યાત્રાધામ પાવાગઢને હચમચાવી દીધું. 19 જૂન 2026 ના રોજ પડેલા ધોધમાર વરસાદના કારણે પાટિયા ફુલ નજીક પહાડનો મોટો ભાગ ધસી પડ્યો. પથ્થરો અને કાટમાળની નીચે દબાઈ જતા અનેક શ્રદ્ધાળુઓ ફસાયા. વરસાદને લીધે પહાડી પથ્થરો અચાનક તૂટીને રસ્તા પર આવી પડ્યા. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ 3 લોકોની હાલત ગંભીર છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૌથી ચિંતાની વાત એ છે કે 2 વ્યક્તિઓ હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. JCB અને સ્થાનિક લોકોની મદથી પથ્થરો હટાવવાનું કામ ચાલુ છે. વહીવટી તંત્રએ યાત્રાળુઓને અપીલ કરી છે કે વરસાદ દરમિયાન પહાડી વિસ્તારમાં સાવધાની રાખો. પાવાગઢ જેવા ઢોળાવવાળા વિસ્તારમાં લેન્ડસ્લાઈડનો ખતરો વધી જાય છે.