મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ આઇસ્ક્રીમ ઠંડા પીણાની છુટ હોવા છતા બી ડિવિઝન પી.એસ.આઈ. શુક્લા દ્વારા આઈસ્ક્રીમના દુકાન ધારકો પર કાર્યવાહી કરી પોતાનો ખોફ બતાવ્યો હતો

મોરબી જિલ્લામાં હાલ એક પણ એક્ટીવ કેસ ન હોવાને કારણે મોરબી જિલ્લાનો સમાવેશ ગ્રીન ઝોનમાં કરવામાં આવેલ છે જેના અનુસંધાને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક છુટછાટ અપાયેલ છે જેના અનુસંધાને મોરબીમાં ઠંડાં પીણાં અને આઇસક્રીમ વેચવાની છૂટ આપવામાં આવેલ છે પરંતુ ખાખી ના નશામાં ધૂત થયેલ મોરબી બી ડિવિઝન પીએસઆઈ શુક્લા દ્વારા આજરોજ વીસીપરા ખાતે આઇસ્ક્રીમ અને ઠંડા પીણા વેચતા દુકાનદાર ધારકો ઉપર તવાઈ બોલાવી હતી અને તેઓને આઇસ્ક્રીમ અને ઠંડા પીણા ના વેચવા વોર્નિંગ આપવામાં આવેલ હતી અને તેમને પોલીસ સ્ટેશને લઈ જવા પણ માગતા હતા પરંતુ સ્થાનિક આગેવાને દરમ્યાનગીરી કરતા તેઓને છોડી મુકાયા હતા
આ ઉપરાંત મયુર નામના એક નાના બાળકને પીએસઆઇ શુક્લા દ્વારા બે ફડાકા પણ જીકી દેવામાં આવેલ હતા અને એકાદ દુકાનમાં નુકસાન કર્યા હોવાની પણ ફરિયાદ આવી હતી અને તમામ વેપારીઓને જણાવાયું હતું કે આઇસ્ક્રીમ અને ઠંડા પીણાં વેચાણ કરશો તો તમારા પર કાર્યવાહી કરવામાં આવશે. હવે જ્યારે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી જે વસ્તુ વેચવાની પરમિશન આપવામાં આવેલ છે તો મોરબી બી ડિવિઝન પીએસઆઈ શુક્લા ક્યાં આધારે આવા વેપારીઓ ઉપર પગલાં લે છે તેવી ચર્ચા સમગ્ર વિશીપરામા થઈ રહી છે. કારણ કે હાલ સમગ્ર મોરબીમાં આઇસ્ક્રીમ અને ઠંડા પીણા જિલ્લા વહીવટી તંત્રએ પરમિશન આપતા ખુલ્લેઆમ વહેચાય રહ્યા છે ત્યારે આ મેડમ મહાશય દ્વારા માત્ર વિશીપરાને જ શા માટે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે અને લોકોમાં થતી ચર્ચા મુજબ આ મેડમ દ્વારા અવારનવાર લોકોને ફડાકા મારવામાં આવી રહ્યા છે પરંતુ આજરોજ આ મેડમ દ્વારા નાના બાળકને પણ છોડવામાં આવેલ ન હતો.
જ્યારે આ બાબતે આવા વેપારીઓએ મોરબી અધિક કલેકટરશ્રી ને લેખિત રજૂઆત કરતાં કેતનભાઈ જોષીએ આવા ગરીબ વેપારીઓની મુસીબતને ધ્યાને લેતા તેઓને યોગ્ય કરવાની ખાતરી આપી હતી અને મોરબી એસ.પી. ને આ બાબતે જાહેરનામાનો યોગ્ય અમલ કરાવવા સૂચના પણ અપાઇ છે