જામનગર થી અમદાવાદ ફરજ ઉપર ગયેલ બે તબીબોને કોરોના પોઝિટિવ

જામનગર થી અમદાવાદ ફરજ ઉપર ગયેલ બે તબીબોને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. જામનગર થી અમદાવાદ ફરજ ઉપર ૧૮તબીબો ગયા હતા જેમાંથી બે તબીબોને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવતા બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અકિલા અંગે જામનગર કલેક્ટર શ્રી રવિશંકરે અકિલાને જણાવ્યું હતું કે આ બંને તબીબો હાલમાં અમદાવાદ સારવારમાં છે અને થોડા દિવસથી તેઓ જામનગર થી અમદાવાદ ફરજ ઉપર ગયા હતા.