મોરબીની મહિલા બુટલેગર દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ

મોરબીના માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગરના ઘરે દરોડો કરી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને મહિલા બુટલેગરની ધરપકડ કરી છે મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીની ટીમે બાતમીને આધારે માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસ રસુલ કટિયાના ઘરે દરોડો કરી ઘરમાંથી દેશી દારૂ લીટર ૩૦૦ મળી આવતા પોલીસે દેશી દારૂનો કુલ ૬૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી મહિલા બુટલેગર સોનલ ઉર્ફે સોનકી અબ્બાસ રસુલ કટિયાની ધરપકડ કરી છે