અમદાવાદ થી રાજકોટ આવવા–જવા ઉપર પ્રતિબંધ

કોરોનાના મુદ્દે સમગ્ર રાયમાં સૌથી વધુ મૃત્યુ અને સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદ શહેરના કોઈ નાગરિકને ગુજરાતના અન્ય કોઈ જિલ્લામાં જવા માટે પરવાનગી આપવામાં નહીં આવે અને તેવી જ રીતે બહારના અન્ય કોઈ જિલ્લામાંથી નાગરિકોને અમદાવાદમાં પ્રવેશવાના છૂટ આપવામાં નહીં આવે તેવી મતલબની સૂચના રાય સરકારે તમામ જીલ્લા કલેકટરોને આપતા તેની અમલવારી શ થઈ ગઈ છે.અમદાવાદની વ્યકિતઓ આવવાના કારણે જામનગર તથા રાજકોટમાં કોરોનાના દર્દીઓ જોવા મળતા સરકાર ચોંકી ઉઠી છે અને અમદાવાદના કારણે સમગ્ર રાયમાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે આવા હત્પકમો કર્યા હોવાનું ગાંધીનગરના સુત્રો જણાવે છે. સરકારે પોતાના નિર્ણયની જાહેરાત કરવાનું ટાળ્યું છે અને આ અંગે કોઈ જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું નથી. દરેક જિલ્લા કલેકટરોને ટેલીફોનિક સૂચના આપી દેવામાં આવી છે.આ બાબતે રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહનનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે સરકાર તરફથી અમને આવી સૂચના મળી ગઈ છે અને તેની અમલવારી પણ શ કરી દેવામાં આવી છે.હાલ અગત્યના અને ઇમરજન્સી કામ માટે બહાર જવા માટે પાસ આપવામાં આવે છે. આમાં અમદાવાદ જવા માટેની જે કોઈ અરજી હશે તે તમામ નામંજુર કરવામાં આવશે. આ બાબતની સૂચના સંબંધિત સત્તાવાળાઓને આપી દેવામાં આવી છે.અન્ય એક સવાલના જવાબમાં કલેકટરે જણાવ્યું હતું કે અમદાવાદમાંથી બહાર જવા માટે કોઈને મંજૂરી આપવામાં આવતી નથી અને તેથી આવા લોકોને રાજકોટ શહેર–જિલ્લામાં એન્ટ્રી આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ છતાં જો કોઈ ગેરકાયદેસર રીતે અમદાવાદથી બહાર નીકળીને રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરશે તો તેમને રોકવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ઘણા લોકો ઘરવખરી લઈને વતનમાં આવતા હોવાથી જામનગર જિલ્લા કલેકટરે આવા લોકોને પ્રવેશ ન આપવાનો આદેશ કર્યેા છે. રાજકોટ જિલ્લામાં આવો કોઈ નિર્ણય લેવાના છીએ કે નહીં તેવો સવાલ કલેકટરને પૂછતા રમ્યા મોહને જણાવ્યું હતું કે જામનગર, અમરેલી જેવા જિલ્લાઓ ગ્રીન ઝોનમાં આવે છે અને તેથી તેમણે આવો નિર્ણય લીધો હોય તેમ બની શકે. પરંતુ રાજકોટ જિલ્લામાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી અને આવી કોઈ બાબત વિચારાધીન નથીબહારથી આવનાર માટે સ્ટ્રીક કોરન્ટાઇન હોવું જોઈએ: કમલેશ મીરાણીરાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી જણાવ્યું હતું કે રાજકોટમાં પરિસ્થિતિ પ્રમાણમાં સારી છે.તે બગડે નહીં તે માટે બહારથી આવતા લોકોને હોમકોરન્ટાઈન કરવા જોઈએ. અને જે લોકોમાં કોરોનાના લક્ષણ જણાય તેમને ફેસેલીટી કોરન્ટાઇનમાં મોકલવા જોઈએ. આવા લોકો આરોગ્ય તંત્રના પૂરેપૂરા નિયમોનું પાલન કરે તે પણ જોવું જોઈએમેડિકલ ટેસ્ટ કરી રાજકોટ જિલ્લામાં પ્રવેશ આપવો જોઈએ: પરસોતમ લુણાગરિયારાજકોટ જિલ્લા પંચાયતના સિનિયર સભ્ય અને સમિતિના પૂર્વ ચેરમેન પરસોત્તમભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે જે લોકો રાજકોટ જિલ્લામાં આવે એ તમામનું મેડીકલ પરીક્ષણ કરાવવું જોઈએ અને ફરજિયાત રીતે ૧૪ દિવસ હોમ કોરન્ટાઇન કરવા જોઈએ.અમદાવાદથી આવનારને એન્ટ્રી જ ન આપવી જોઈએ: ડી.કે. સખિયારાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે અમદાવાદથી આવતા લોકોને રાજકોટ શહેર–જિલ્લામાં પ્રવેશ આપવો ન જોઈએ. સુરતથી આવતા રત્ન કલાકારો માટે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનેક સરપંચોએ આવા લોકોને ગામની બહાર ૧૪ દિવસ માટે કોરનટાઈન કર્યા છે. હાલ જે લોકો જયા છે ત્યાં જ તેમણે રહેવું જોઈએ.સરકારની મંજૂરી લઈ આવે તેને કેમ રોકી શકાય: કુસુમબેન ચૌહાણરાજકોટ જિલ્લા પંચાયતના શાપર વેરાવળ બેઠકના મહિલા સભ્ય કુસુમબેન પ્રવીણભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે જે લોકો સરકારની મંજૂરી લઈને આવે એને કેમ રોકી શકાય? આવા લોકોનું મેડિકલ ટેસ્ટ થવું જોઈએ અને તેમને હોમ કોરન્ટાઇન કરવા જોઈએ