કોરોના વાયરસને ફેલાતો રોકવા ભારતમાં દેશ વ્યાપી લોકડાઉન કરવામાં આવ્યુ છે. લોકડાઉનના કડક અમલ માટે પોલીસ તંત્ર દિવસ-રાત્ર ખડે પગે ફરજ બજાવી રહ્યું છે તેમાં પણ ઉનાળાના ભારે તડકાના કારણે પોલીસ જવાનોને ફરજ બજાવી મુશ્કેલી થઇ પડે જેથી ડી ડ્રાઇડ્રેશન સહિતની સમસ્યાઓ શિકાર બનવું પડે છે.જેથી રાજકોટના યંગ ઇન્ડિયન ગ્રુપ દ્વારા આવા તડકામાં પોતાની નિષ્ઠા ફરજ બજાવતા પોલીસ જવાનો માટે એનર્જી ડ્રિકસ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ સેવા કાર્ય માટે ગ્રુપના ૫૦ જેટલા સભ્યો જોડયા હતો આ તકે પૂર્વ આરટીઓ ઇન્સ્પકેટર જે.વી. શાહ એસીપી ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.અબતક સાથેની વાતચિત દરમિયાન યંગ ઇન્ડિયન ગ્રુપ રાજકોટના ચેરમેન નમ્રતા ભટ્ટએ જણાવ્યું હતું કે વાયઆઇ રાજકોટ નેશન બિલ્ડીંગ સંસ્થા છે. હાલ કોવિડ-૧૯ મહામારીમાં પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ કર્મીઓ આ મહામારીના સમય રાત-દિવસ પોતાની ફરજ બજાવી રહ્યાં છે. તેમને સેલ્યુટ કરવા માટે અમારા ગ્રુપ દ્વારા ટેન્ગનું સરબત ટેંગમાં વિટામીન સી વધુ હોવાથી ૬૦૦ જેટલા પોલીસ કર્મીઓને આપવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે અમે આ સમયમાં મેમ્બર્સને પોઝીટીવ રાખવા ઇન્ડોર પ્રવૃતિઓ સોશ્યલ મિડિયા અને ઝૂમ પ્લેટફોમ પર કરીએ છીએ. જેમાં નેશનલ સ્પીકર્સ સાથે ચર્ચા કરવામાં આવે છે કેમ્પ યે ચર્ચા જેમાં બધા જ મેમ્બર્સ સાથે ઝૂમ પર આવી પોતપોતાના ફીલ્ડની ચર્ચાઓ કરો અને અકે બીજાને કઇ રીતે મદદ કરી શકે તેની વાતો કરવામાં આવે છે.અબતક સાથેની વાતચિત દરમિયાન પૂર્વ આરટીઓ ઇન્સ્પેકટર જે.વી. શાહએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયન્સ ગ્રુપ ખૂબ જ ઉમદા કામ કરી રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે ડોકટર્સ, પોલીસ રાત-દિવસ પોતાના ફરજ નિભાવી રહ્યાં છે. ત્યારે યગ ઇન્ડિયન્સ ગ્રુપ દ્વારા પોલીસ કર્મીઓ માટે એનર્જી ડ્રિકસ અને સ્નેકસ આપવામાં આવ્યાં હતાં. યંગ ઇન્ડિયન્સ ગ્રુપની કામગીરીને હું બિરદાવું છું હું બધાને કહેવા માંત્રીશ કે કામ સીવાય બહાર ન નિકળશો ઘરમાં રહો જેથી કોરોના સંક્રમણથી બચી શકો.અબતક સાથેની વાતચિત દરમિયાન એસીપી ચાવડાએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયન્સ રાજકોટ ગ્રુપ દ્વારા પોલીસ કર્મચારીઓ જેઓ ખડેપગે રાત-દિવસ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યાં છે. તેના માટે તેઓ એ એન્જી ડ્રિકસ અને નાસ્તો આપવામાં આવ્યોા છે. તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે દરકે પોઇન્ટ પર જઇ વિતરણ કરી રહ્યાં છે. હું તેમની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવું છુ. હું બધાને કહેવા માંગીશ કે લોકડાઉન માટેની ગાઇડલાઇન જાહેર થઇ છે તેનું અમલ કરો