અબડાસા તાલુકાના સાંધણ ગામના બસ સ્ટેશન પાસે વિમલ ગુટકા તથા બીડીનું વેચાણ કરતા વેપારીને કોઠારા પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લોકડાઉનમાં તમાકુ ગુટકાના વેચાણ પર પ્રતિબંધ હોવાનું જાણતા હોવા છતાં સાંધણ ગામે બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં બીડીના પેકેટ તથા વિમલ ગુટકાના પેકેટનું વેચાણ કરતા વેપારીને પોલીસે ઝડપી પાડીને જાહેરનામાના ભંગ બદલ મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. વેપારીના કબજામાંથી બીડી તથા વિમલના પેકેટ કબજે કરી કોઠારા પોલીસે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરવાં માં આવી હતી.