માધાપરમાં કુટણખાના પર દરોડો પાડી : 3 પુરૂષ-બે મહિલા પકડાઇ

મગ્ર રાજ્યની સાથે પશ્ચિમ કચ્છ કોરોના વાયરસના સંક્રમણને અટકાવા કામે લાગ્યુ છે ત્યારે ભુજ તાલુકાના માધાપર ખાતે ભવાની હોટલની પાછળ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને એક મકાનમાં ચાલતા સેક્સ રેકટનો પર્દાફાસ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસે ગુરૂવારે રાત્રે માધાપર જુનાવાસના ભવાની હોટલ પાછળ આવેલા ગુરૂકૃપાનગરમાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાન માલિક જીતેન્દ્ર રણછોડ માંડલીયા નામનો શખ્સ પોતાના ઘરમાં બહારથી રૂપલલનાઓને બોલાવીને ગ્રાહકો પાસેથી રૂપિયા લઇ વેસ્યા વૃત્તિનો વેપલો ચલાવતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે રેડ દરમિયાન મકાન માલિક જીતેન્દ્ર તથા નરેન્દ્રગીરી નવીનગીરી ગોસ્વામી, તથા શની દિનેશભાઇ ઠકકર તેમજ બે રૂપલલનાઓ સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે વેસ્યા વૃત્તિ કરનારાઓ વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ એ.એન.ભટ્ટે હાથ ધરી છે.