મુંબઈમાં કોરોના દર્દીઓની સારવાર કરીને ભુજમાં આવેલી તબીબ યુવતિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

ક્ચ્છમાં ગાડીઓ ભરીને આવતા લોકો કોરોનામુક્ત જિલ્લાને રેડઝોનમાં લઈ જશે તેવો ભય વ્યકત કરાઈ રહ્યો હતો. જે સાચો પડવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈાથી મુંદ્રા આવેલો ક્રુ-મેમ્બર પોઝિટિવ નીકળ્યા બાદ સતત બીજો આવો કેસ સામે આવ્યો છે. મુંબઈાથી ભુજ આવનાર એક યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ નોંધાતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. મળતી માહિતી મુજબ ભુજના વિજયનગરના જૈન પરિવારની યુવતી મુંબઈના ગ્રાન્ટ રોડ પર આવેલી  જે.જે.મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કર્યા બાદ ત્યાં જ ઈન્ટરર્નશીપ કરતી હતી. આ યુવતીએ ત્યાં કોરોના દર્દીઓની સારવારની કામગીરીમાં ભાગ લીધો હતો. જે  બાદ જાગૃતિના ભાગરૃપે યુવતીએ જાતે જ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે તા.૫ મેના આ યુવતી તેના અન્ય એક સહપાઠી સાથે કાર મારફતે કચ્છના ભુજ આવી ગઈ હતી. જે બાદ આજે મુંબઈમાં તેને કરાવેલા ટેસ્ટનુ ંપરીણામ પોઝિટિવ આવતા તેણે જાતે જ સૃથાનિક તંત્રને પોતે પોઝિટિવ હોવાની જાણ કરી હતી. જેાથી તાત્કાલિક અસરાથી તંત્રે તેને જી.કે.માં સારવાર હેઠળ ખસેડી હતી. જો કે મુંબઈાથી આવ્યા બાદ ખુદ ડોકટર હોવાથી જાગૃતતા સાથે આ યુવતી ે જાતે જ હોમ ક્વોરેન્ટાઈન થઈ ગઈ હતી. પોતાના પરિવારના સભ્યોને પણ પોતાથી દુર રાખ્યા હતા. હાલે તંત્ર દ્વારા આ યુવતીના સંપર્કમાં આવનારા ડ્રાઈવર, તેના સહપાઠી તાથા અન્ય લોકોને ટ્રેસ કરીને નમુના લેવાશે તાથા ક્વોરેન્ટાઈન કરવા સહીતની કામગીરી કરાશે.