મુન્દ્રાના શિક્ષિકા જામનગરમાં કોરોનાગ્રસ્ત જાહેર થયા બાદ મુન્દ્રામાં તંત્ર થયું એલર્ટ

મુન્દ્રાના મહિલા શિક્ષિકા કલ્પનાબેન ભટ્ટ જામનગરમાં કોરોનાગ્રસ્ત જાહેર થયા બાદ કચ્છનું આરોગ્યતંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે તેમના રહેણાંક વિસ્તાર બારોઇ રોડનો અમુક ભાગ સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તો, આ શિક્ષિકા સ્કૂલમાં તેમ જ ખરીદી સમયે જેમના સંપર્કમાં અકિલા આવ્યા હોય એ તમામને ક્વોરેન્ટાઈન કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. તેઓ પોતાની માતાને જામનગર મુકવા ગયા હતા ત્યારે ત્યાં આ શિક્ષિકા બહેને ચેકીંગ કરાવતાં ત્યાં તેમનો કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો. આ અંગે જામનગરના આરોગ્ય વિભાગે કચ્છમાં જાણ કરતા કચ્છમાં તંત્રએ સલામતીના પગલાં ભરવાના શરૂ કર્યા છે.