આજે બપોરે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છેઃ ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટર દ્વારા જણાવાયું છે કે આજે બપોરે ૩.૩૬ વાગ્યે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતોઃ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ માંગરોળથી ૪૪ કિ.મી. દૂર દક્ષિણ દિશા તરફ હોવાનું જણાવાયું છે