વતન જવા અંજાર પાલિકામાં માત્ર 2 દિવસમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશ જવા માટેની 461 અરજી આવી

અંજાર. અન્ય રાજ્યો માંથી ગુજરાતમાં આવેલા અને પરત વતન જવા માંગતા લોકોની અરજીઓ હાલે અંજાર નગરપાલિકામાં લેવામાં આવી રહી છે. જે અંતર્ગત માત્ર 2 દિવસમાં જ 461 અરજીઓ આવી હતી. જેમાં મોટા ભાગના લોકોએ ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ જવા માટે અરજી કરી હતી.બિહાર જવા માટે 136 અને મધ્યપ્રદેશ જવા માટે 33 એમ કુલ 461 અરજીઓ આવી હતીપાલિકાના ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ ખીમજીભાઈ સિંધવે હતું કે હાલે અન્ય રાજ્યોમાં જવા માંગતા લોકોની અરજી સ્વીકારવામાં આવી રહી છે. જે અંતર્ગત માત્ર 2 દિવસમાં ઉત્તરપ્રદેશ જવા માટે 292, બિહાર જવા માટે 136 અને મધ્યપ્રદેશ જવા માટે 33 એમ કુલ 461 અરજીઓ આવી હતી. જેને મંજૂરી અર્થે અંજાર મામલતદાર કચેરીએ મૂકી દેવમાં આવી છે. જેથી હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ અરજીઓ સ્વીકારતા સમયે સોશ્યલ ડિસ્ટસ્ટિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે માટે પાલિકાના હરેશ ભાણજી, સંજય પ્રજાપતિ, ધવલ થરાદરા, રાહુલ લોચાણી વગેરે કર્મચારીઓ વ્યવસ્થા સાંભળી રહ્યા છે.