ભુજ વારાણસી માટે આજે સવારે ભુજથી બીજી ટ્રેન રવાના, મોડી રાત સુધી તંત્ર રેલવેના નોટિફિકેશનની રાહમાં

ભુજથી ઉત્તરપ્રદેશ જવા માગતા મજૂરો, પ્રવાસીઓ વગેરે વારાણસી જવા માટે રવિવારે સવારે 7 કલાકે બીજી ટ્રેન રવાના થશે.કચ્છમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો સ્થાયી થયા છે, જેમને તેમના વતન મોકલવા માટેની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશના મજૂરો, પ્રવાસીઓ યાત્રાળુઓને તેમના વતન મોકલવા માટે ભુજથી પ્રયાગરાજ માટેની ટ્રેન રવાના થઇ હતી. ત્યારે ભુજ તાલુકામાં રહેતા હોય તેવા લોકોનો વતન જવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. હજુ સુધી રેલવેનું નોટિફીકેશન આવ્યું નથી.તા.10/5, રવિવારના સવારે 7 કલાકે ભુજથી વારાણસી માટે ટ્રેન રવાના થશે, જેમાં નોંધણી કરાવી હોય તેવા 817થી વધુ લોકો પોતાના વતનની વાટ પકડશે. ટ્રેન માટે ભુજ આવતા લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે મજૂરો, પ્રવાસીઓ યાત્રાળુઓ છાત્રો જયાં હોય ત્યાંથી વાહન મારફતે ભુજ લઇ આવવા, તેમના માટે નાસ્તા, પાણીની વ્યવસ્થા તા.7/5ના રચાયેલી 6 ટીમોએ કરી હતી. આ અંગે નિવાસી અધિક કલેક્ટર ઝાલાનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, ભુજથી ઉત્તરપ્રદેશના વારાણસી ટ્રેન રવિવારે જવાની છે પરંતુ હજુ સુધી રેલવેનું નોટિફીકેશન આવ્યું નથી.મધ્યપ્રદેશ જાવું છે તો રૂ.500 સાથે રાખજોજે લોકો પોતાના જવા માગે છે અને જેમનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ ગયું તેવા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ભુજથી મધ્યપ્રદેશ જતા લોકોને હાલે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, રેલ ભાડા માટે રૂ.500 સાથે રાખજો. શહેરના ભુજિયા તળેટીમાં રહેતા લોકો કે, જેઓરોજેરોજનું કમાઇને ખાય છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે, જે લોકો પાસે ખાવા માટે પૂરતા રૂપિયા નથી તેવા લોકો ભાડાના રૂપિયાના કયાંથી કાઢશે ?હાજીપીરના મેળામાં ઉત્તરપ્રદેશથી આવેલા 61 લોકો હવે જશે ઘરેરણકાંધીએ આવેલા સોદ્રાણાના સહેનશાહ હાજીપીરના મેળાને લઇને ઉત્તરપ્રદેશથી 61 લોકો અહીં આવ્યા હતા. જો કે, કોરોનાના પગલે મેળો કેન્સલ થયો હતો અને ત્યારબાદ લોકડાઉનને પગલે યાત્રાળુઓઅટવાઇ ગયા હતા. જેઓરવિવારે વતન જવા ટ્રેન મારફતે નીકળશે. શનિવારે હાજીપીરમાં આ તમામ લોકોની મેડિકલ તપાસ સાથે સ્ક્રીનિંગ કરાયું હતું. વધુમાં રાત્રે 9 કલાકે હાજીપીરથી 3 ખાનગી બસ મારફતે આ યાત્રાળુઓને ભુજ લઇ અવાયા હતા. આ માટે હાજીપીર દરગાહ સમિતિ પ્રમુખ હાજી દાઉદ હારૂન, ઇકબાલભાઇ, તાલબભાઇ, લતીફભાઇ, પી.એસ.આઇ. પરમારે જહેમત ઉઠાવી હતી.યાત્રાળુઓપાસેથી 695 ઉઘરાવાયાઉત્તરપ્રદેશના હાજીપીર સ્થિત યાત્રાળુઓપાસેથી શનિવારે મેડિકલ ચેકઅપ ટાંકણે ટ્રેનના ભાડા પેટે વ્યક્તિ દીઠ રૂ.695 ઉઘરાવવામાં આવ્યા હતા. જો કે, જેમના પાસે ભાડાના રૂપિયા ન હતા તેઓના રૂપિયા નાયબ મામલતદાર એમ.જી. ગુર્જરે તો અમુક લોકો માટે ગ્રામજનોએ રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી.હવે મધ્યપ્રદેશના લોકો માટે સારા સમાચારરવિવારે ઉત્તરપ્રદેશ જવા બીજી ટ્રેન રવાના થશે ત્યારે હવે કચ્છમાં રહેતા મધ્યપ્રદેશના લોકો માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલે નોંધણી થઇ હોય તેવા લોકોના સ્ક્રીનિંગની કામગીરી કરાય છે અને સંભવિત સોમવારના ભુજથી મધ્યપ્રદેશ માટે ટ્રેન રવાના થાય તેવી શક્યતાઓસેવાઇ રહી છે.સરકારની જાહેરાત ખોખલી સાબિત થઇપોતાના વતન ટ્રેન મારફતે જતા લોકો પાસેથી ઉઘરાવતા રૂપિયા અંગે ઉહાપોહ મચ્યા બાદ સરકારે એવી જાહેરાત કરી હતી કે, 85 ટકા કેન્દ્ર સરકાર અને 15 ટકા ગુજરાત સરકાર ટ્રેન ભાડા પેટે આપશે પરંતુ હાલે જે લોકો પોતાના વતન જાય તેમની પાસેથી ભાડાની રકમ વસુલવામાં આવી રહી છે.12,13 તારીખે કચ્છથી મુંબઇ સ્પેશ્યલ ટ્રેનજે લોકો લોકડાઉનમાં ફસાયેલા છે અને ઓનલાઇન ફોર્મ ભર્યા છે તેવા લોકો માટે વેસ્ટર્ન રેલવે દ્વારા કચ્છથી મુંબઇ માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે, જેની સત્તાવાર જાહેરાત બે દિવસમાં કરાશે. આ ટ્રેન 22 ડબ્બાની હશે, જેમાં એક ડબ્બામાં 54 મળી કુલ 1200 પ્રવાસીઓમુસાફરી કરી શકશે. ટ્રેનના બધા ડબ્બા સ્લીપર કોચ (નોન એસી) હશે. આ ટ્રેન પણ વચ્ચે કયાંય પણ સ્ટોપ કરશે નહીં અને અંદાજે રૂ.455 ભાડા પેટે જે-તે વ્યક્તિ પાસેથી યાત્રા દરમ્યાન ઉઘરાવાશે. દરેક વ્યક્તિએ ગંતવ્ય સ્થળે પહોંચ્યા બાદ ફરજિયાત કવોરેન્ટાઇ થવું પડશે એમ નાના ભાડિયાના રાજેન પ્રવીણચંદ્ર સાવલાએ જણાવ્યું હતું.