નખત્રાણા પંથકમાં ઘાસની અછત, થી મણના 200 રૂપિયા દેવા છતાં મળતો નથી માલધારીઓ જણાવ્યુ

નખત્રાણા પંથકમાં મકાઇ સહિતના લીલા ચારાના ઉત્પાદન સામે માગ વધી જતાં હાલે તંગી સર્જાઇ છે. 15 દિવસ પહેલાં એક મણના 60 રૂપિયાના ભાવે મળતો ચારો હાલે છૂટક બજારમાં મણના 200 રૂપિયા ચૂકવવા છતાં મળતો ન હોવાનું માલધારીઓ અને કિસાનો જણાવી રહ્યા છે.ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થતો હોવાના કારણે છૂટકમાં ઉંચા ભાવે નાછૂટકે વેચવો પડે છે.ખેડૂત અરવિંદ પટેલે જણાવ્યું હતું કે તેમણે ઘાસચારાનું વાવેતર કરવામાં કર્યું હતું અને મણના 60થી 80 રૂપિયાના ભાવે મકાઈનો ચારો આપ્યો હતો પરંતુ દૈનિક માંગ થતાં, ટૂંક સમયમાં જ પાક પૂરો થઇ ગયો હતોઆ બાબતે એક ખેડૂત દ્વારા જણાવ્યું હતું કે , હાલના સમયમાં ઘાસચારાની માંગ વધુ છે.પાક લેવામાં આવી રહ્યો છે, પરંતુ છૂટકમાં ચારાનું વેચાણ કરતા વેપારીના જણાવ્યા મુજબ નખત્રાણાવિસ્તારમાં લીલો ચારો મળતો નથી .જેથી કરીને નેત્રા અને બાંડિયા સુધીના વિસ્તારોમાંથી ઘાસચારો મંગાવો પડે છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થતો હોવાના કારણે છૂટકમાં ઉંચા ભાવે નાછૂટકે વેચવો પડે છે. આવનારા સમયમાં લીલો ઘાસચારો મેળવવા માટે પશુ પાલકોને નજીકના વિસ્તારમાં નજર દોડાવવી પડશે