કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં પાન મસાલે, તમાકુ અને બીડી-સિગારેટના વેંચાણ પર પ્રતિબંધ છે. તેમ છતા અનેક લોકો તમાકુ ઉત્પાદનોનું વેંચાણ કરીને જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. તો આવશ્યક વસ્તુઓની છૂટછાટ વચ્ચે તમાકુનું વેંચાણ કરીને કાળા બજારી પણ કરવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવીમાં દરોડો પાડીને એક ગોડાઉન માંથી અંદાજે દોઢેક લાકખનો પાન માસાલા- તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે પ્રથમ દુર્ગાપરના એક આમદ નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની તપાસમાં તેણે તમાકુનો જથ્થો માંડવીની લાકડા બજારમાં દૂકાન ધરાવતા ઈરફાન અજીત ચાકી પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે ઈરફાન ચાકીના ગોડાઉનમાં દરોડો પાડીને દોઢેક લાખના તમાકુ, પાન માસાલાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજાના જથ્થાને ટેમ્પોમાં ભરીને માંડવી પોલીસ મથકે સુપરત કરાયો હતો. તેમજ એલસીબી દ્વારા બન્ને આરોપીઓ સામે માંડવી પોલીસમાં ગુનો નોંધાવાતા કાર્યવાહી હાથ ધરાઈ છે.