સામાજિક સેવા-કોરોના વાયરસ કોવીડ-૧૯ માધાપરના જૈન સમાજે પ્રારંભ કરેલું કરૂણા અભિયાન કચ્છને ભીંજવે છે

ગીતામાં કહયું છે ના કોઇ લેતા હૈ ના કોઇ દેતા હૈ સબ જીવમેં મૈં સમાયા હું ઔર સબ મુજકોહી અર્પણ કરતે હૈ. મનુષ્યો પણ જયારે પરમાર્થમાં જોડાય છે ત્યારે એમના મનમાં એક જ ભાવ હોય છે. તમારૂ તમને અર્પણ કરતે હૈ. મનુષ્યો પણ જયારે પરમાર્થમાં જોડાય છે ત્યારે એમના મનમાં એકજ ભાવ હોય છે તમારૂ તમને અર્પણ. નિઃસ્પૃહ ભાવે સેવા કરનારા સેવકો બસ, તેરા તુજકો અર્પણ ભાવ રાખી સમાજ સેવા કરે રાખે છે.ગત વર્ષે કચ્છ જિલ્લો દુષ્કાળગ્રસ્ત હતો અને ગૌ પ્રેમીઓમાં જીવદયા ઉદભવી અને એમાંથી સ્વયં સેવકોએ બનાવી ‘‘તેરા તુજકો અર્પણ ગૌ અભિયાન’’ સંસ્થા!! જૈન સમાજ નિર્મિત આ સંસ્થાએ દુષ્કાળગ્રસ્ત કચ્છના પશુધનને ઘાસચારો પાણી પુરું પાડી પોતાની સંવેદના બતાવી હતી. આજે સમગ્ર વિશ્વ જયારે નોવેલ કોરોના કોવીડ-૧૯ના સંકજામાં આવી ગયું છે ત્યારે કચ્છ તેના સેવા કર્મીઓના પગે અડીખમ ઉભું છે. કચ્છમાં અનેક સેવાકીય સંસ્થાઓ ધમધમી રહી છે. જેમાં તેરા તુજકો અર્પણ ગૌ અભિયાને કોરોના કોવીડ-૧૯ હેઠળ કરૂણા અભિયાન આદર્યુ છે. જે પૈકી એપેડેમીક કોરોના વાયરસ ૨૦૨૦ના સંક્રમણને નાથવા અને રોકવા જે સાવચેતી અને સલામતીના પગલાં ભરવા ચોક્કસ કાર્યો કરવાના હોય જેમ કે માસ્ક વિતરણ, ગ્લોવજ, સેનેટરાઈઝ, ઘાસચારો, રાશનવિતરણ, થર્મલ ગન, શેરી કૂતરાને ભોજન જરૂરી દવાઓ તેમજ ભોજન વગેરે કરૂણા અભિયાન કરી રહયું છે.જૈન સમાજના શ્રેષ્ઠીઓ, અન્ય સમાજના દાતાઓ તેમજ જીવદયા પ્રેમીઓના સહયોગથી તેરા તુજકો અર્પણ કરૂણા અભિયાન હેઠળ આજ દિન સુધી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ધમધમી રહી છે. સંસ્થાના પ્રમુખશ્રી હિતેશભાઇ હિંમતભાઇ ખંડોર જણાવે છે અમે રૂ.૫.૫૧ લાખ પી.એમ. અને સી.એમ.ફંડ રાહતનિધિમાં આપીને અનેક લોકોને કોરોના ફંડ માટે પ્રેરિત કર્યા છે. માધાપરના જૈન અને દરજી સમાજની સેવાથી ૧ લાખ ૩૫ હજાર જેટલા માસ્ક સમગ્ર કચ્છમાં વિવિધ સ્થળોએ વિનામૂલ્યે વિતરણ કરાયા છે. જરૂરતમંદ લોકોને અનાજની ૭૦૦૦ જેટલી રાશનકીટ તેમજ ૫૨,૪૦૦ હેન્ડ ગ્લોવ્જ સાવચેતી માટે આપ્યા છે. ૧૦ હજાર જેટલા શાકભાજી તેમજ ૮ હજાર પેકેટ સૂંઠ જરૂરતમંદ પરિવારોને પહોંચતા કર્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ તેમના આ માનવતાના કાર્યોને બિરદાવ્યા હતા. અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી તેમજ અનાજ શ્રેષ્ઠીઓના કારણે જ કચ્છની ઘરા ધન્ય છે.સમગ્ર કચ્છમાં ૨૫ સ્થળે પક્ષીઓને ચણ નાંખવામાં આવે છે તેમજ કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ૩૨૫ ગાડી લીલા ઘાસચારાનું નિરણ કરવામાં આવ્યો છે. શેરી કૂતરાઓને ૭૦૦ જેટલી રોટલીઓ તેમજ લાપસી ખોરાકરૂપે આપવામાં આવી રહી છે. દાતાઓના સહયોગથી થતાં આ પુણ્ય કામમાં ૧૨૫ થર્મલગન તેમજ ૧ હજાર જેટલી સેનેટરાઈઝની બોટલોનું વિતરણ કરાયું છે. હાલ ૩૦ થી ૪૦ જેટલા દાતાઓના સહયોગથી કચ્છની માયાળુ ભૂમિ પર કરૂણાનો ધોધ વહી રહયો છે અને દાતાઓ જાણે જરૂરતમંદોને કહી રહયા છે તેરા તુજકો અર્પણ.