ભુજ મધ્યે લોકડાઉનમાં યોજાયા લગ્ન વર-કન્યા સહિત ૧૧ વડીલોની ઉપસ્થિતિ

કોરોના સંક્રમણ સામે લોકડાઉન પરિસિૃથતી વચ્ચે નક્કી થઈ ગયેલા લગ્ન હવે યોજાશે નહિં તેવી ચિંતામાં પરોવાઈ ગયેલા વર-કન્યા પક્ષના વડીલોએ લગ્ન પ્રસંગ સુખરૃપે પરિપૂર્ણ થતા હાશકારો અનુભવ્યો હતો. લગ્નની તારીખો નજીક આવી રહી હતી. લોકડાઉન લંબાઈ ચુકયો છે. ભુજ  પ્રમુખસ્વામિનગરના વરરાજા રાહુલ રમેશગીરી બેચરગીરી ગોસ્વામી તાથા દહીંસરાના લગ્નની તારીખ ૬ મહિના પહેલા જ નક્કી થઈ ચુકી હતી.કોરોના વાયરસને લીધે ઉભી થયેલ પરિસિૃથતીના કારણે પરિવારજનો લગ્ન પ્રસંગ અંગે મુંઝવણ અનુભવી રહ્યા હતા. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ બી.એન.પટેલનું માર્ગદર્શન લીધા બાદ પેરાલીગલ વોલીયન્ટર પ્રબોધ મુનવરે બંને પરિવારોને સાથે રાખી નક્કી થયેલી તારીખે જ લગ્ન યોજવાની મંજુરી માટેની કાર્યવાહીની સમજ પુરી પાડી હતી. રાવલવાડી રિલોકેશન સાઈટ રોટરીનગર તર્પણેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણમાં આવેલ કોમ્યુનીટી હોલ મધ્યે આ લગ્ન યોજવા દેવાની બટુકગર ગોસ્વામીએ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર ભુજને આ લગ્ન યોજવા મુખ્ય આયોજક તરીકે મંજુરી માટે અરજી કરી હતી. મામલતદાર ઓફિસમાંથી માત્ર ૨૪ કલાકમાં મંજુરી મળી ગઈ હતી. લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ લોકો ભેગા થઈ શકશે નહિ. તેનાથી વાધારે લોકો ભેગા થશે તો મંજુરી રદ કરવામાં આવશે તેવુ પરવાનગીપત્રમાં જણાવાયુ હતુ.વર-કન્યા પક્ષના બંને પરિવારોએ બંનેના મળી વર-કન્યા સાથે ૧૧ જણાની ઉપસિૃથતીમાં લગ્ન યોજવાનું નકકી કર્યુ. ઢોલ-શરણાઈ, બસ લકઝરી, ભોજન સમારંભ, જાન-સામૈયા, ઉતારા, ફટાકડા વિગેરે જેવા પ્રસંગોનો ત્યાગ કર્યો. સવારે વરરાજા સાથે ૪ અને કન્યા સાથે પાંચ જણા લગ્ન હોલમાં પહોંચ્યા. સેનીટાઈજરાથી હાથ સફાઈ કરાવી સ્વાગત કરાયુ. વર કન્યા સહિત દરેકના મોઢા ઉપર માસ્ક જોવા મળ્યુ. સરકારી નિયમોના ચુસ્ત પાલન સાથે લગ્ન લેવાયા. લગ્નની શાસ્ત્રોકત વિિધ મારાજ પરાગ વિનોદચંદ્ર ભટ્ટે દોઢ કલાકની અંદર સંપન્ન કરાવી કન્યાને વિદાય અપાઈ હતી.  આમ, લોકડાઉનમાં પણ સાદાઈાથી ઉજવાયેલા લગ્નાથી અનેકોને પ્રેરણા મળી હતી.