દેશમાં ૨૪ કલાકમાં ૪૨૧૩ કેસ મળ્યા, ૯૭ના મોત થયા

આટલી સંખ્યામાં કેસ નોંધાયા હોય તેવું પહેલી વખત બન્યું: કુલ કેસ ૬૭૧૫૨, ૨૨૦૬ના મોત: ૨૦૯૧૭ લોકો સાજા થયાકોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે આખા દેશમાં લોકડાઉન જાહેર કરી દેવાયું છે છતાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાનું નામ લેતું નથી. લોકડાઉન દરમિયાન પહેલી વખત એવું બન્યું છે યારે ૨૪ કલાકની અંદર કોરોનાના ચાર હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા હોય. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એક દિવસમાં કોરોનાના ૪૨૧૩ દર્દીઓ સામે આવ્યા છે તો ૯૭ લોકોના પ્રાણપંખેરું ઉડયા છે.સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ અનુસાર દેશમાં અત્યારે કોરોનાના દર્દીઓની સંખ્યા ૬૭ હજારને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ૬૭૧૫૨ દર્દી નોંધાયા છે જેમાંથી ૨૦૯૧૭ દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. યારે ૨૨૦૬ લોકોના મોત નિપયા છે.કોરોના વાયરસની અસર સૌથી વધુ જે રાયમાં નોંધાઈ છે તે મહારાષ્ટ્ર્રમાં અત્યાર સુધી ૨૨૧૭૧ કેસ સામે આવી ચૂકયા છે જેમાંથી ૪૧૯૯ લોકો સાજા થયા છે તો ૮૩૨ લોકોના મોત નિપયા છે. રાષ્ટ્ર્રીય રાજધાની દિલ્હીમાં ૬૯૨૩ કેસ નોંધાયા છે જેમાંથી ૨૦૬૯ સાજા થયા છે તો ૭૩ લોકો મોત પામ્યા છે ગુજરાતમાં કોરોના વાયરસના ૮૧૯૪ કેસ નોંધાયા છે અને અહીં ૪૯૩ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. તામીલનાડુમાં ૭૨૦૪ કેસ, ૪૨ના મોત નિપયા છે. યારે ઉત્તરપ્રદેશમાં ૩૪૬૭, રાજસ્થાનમાં ૩૮૧૪ કેસ અને ૧૦૭ લોકોના મૃત્યુ થયા છે તો મધ્યપ્રદેશમાં ૩૬૧૪ દર્દી નોંધાયા છે.