કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં તંમાકુ અને બીડી-સિગારેટના વેંચાણ પર પ્રતિબંધ છે. તેમ છતા અનેક લોકો તમાકુ ઉત્પાદનોનું વેંચાણ કરીને જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. તો આવશ્યક વસ્તુઓની છૂટછાટ વચ્ચે તમાકુનું વેંચાણ કરીને કાળા બજારી પણ કરવામાં આવી રહી છે. ત્યારે માનકુવા પોલીસે માનકુવામાં દરોડો પાડીને એક પાન સેન્ટર માંથી તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ માનકુવા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.