ભારાપરમાં વીજ શોકથી યુવાનનું મોત

કંડલા મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ તાલુકાના ભારાપર માં રહેતા ૪૦ વર્ષીય ભીમાભાઇ દેશુભાઈ આહીર પોતાના ઘરે સાફ-સફાઈ કરી રહ્યા હતા ત્યારે વીજ શોક લાગતા નીચે પટકાયા હતા સારવાર મળે તે પહેલા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.