વાગડમાં ક્વોરન્ટાઈન સેન્ટર ફરજીયાત ઉભુ કરવા આરોગ્ય વિભાગને તાકિદ

વાગડમાં મોટી સંખ્યામાં મુંબઈગરાઓ આવેલ હોવાથી લોકોને કોરોનાનો ચેપ ન લાગે તે માટે આજે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કોરોના વાયરસના રક્ષાત્મક ઉપાયો અને માર્ગદર્શન આપવા સહિતની બાબતોને લઈને બેઠક મળી હતી. જેમાં, પ્રોબેશનલ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મેડીકલ ઓફિસર, ચીફ ઓફિસર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યુ હતુ કે, વાગડ વિસ્તારમાં આવતા રેડ ઝોનમાંથી લોકો આવી રહ્યા છે તે અંગે રક્ષાત્મક ઉપાયો અંગે તમામ ગામોએ હોમ કવોન્ટાઈન કરવામાં આવેલા લોકોને રાખવા માટે કોરોન્ટાઈન સેન્ટર ઉભા કરવા માટે ફરજીયાત હોમ કોરોન્ટાઈન કે કવોન્ટાઈન કરવામાં આવે તે માટે આરોગ્ય વિભાગને સુચના આપવામાં આવી હતી. આરોગ્ય તપાસણી સહિતના પગલા લેવામાં આવે તેવી સુચના આપવામાં આવી હતી. તમામ ગામોં અને શહેરોને સેનેટાઈઝેશન કરવા માટે સુચના આપવામાં આવી હતી. તો હોમ કવોન્ટાઈન કરવામાં આવેલા લોકો જો હોમ કોરોન્ટાઈન ભંગ કરે તો પોલીસ ફરિયાદ કરવા માટે સુચના આપી હતી. રાપર તાલુકામાં આવતા કોરોન્ટાઈન કરવામાં આવે અને કોરોના વાયરસના રક્ષાત્મક ઉપાયો અંગે સતત પગલા લેવામાં આવે તેવી કડક સુચના પણ અધિકારીઓને આપવામાં આવી હતી. આજે રાપર તાલુકામાં રેડ ઝોનમાંથી આવેલા લોકો અને આવતા લોકોને સતત મોનીટરીગ કરવા માટે સતત અધિકારીઓને સુચના આપી હતી.