આવશ્યક સેવામાં જોડાયેલા લોકોએ સાત દિવસે હેલ્થ કાર્ડ કઢાવવું પડશે

સમગ્ર કચ્છ જિલ્લામાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વ્યકિતઓ તેમજ કામદારોએ દર અઠવાડિયે કોવીદ-૧૯ લક્ષણો રહિત હેલ્થકાર્ડ કઢાવવાનું રહેશે.તા.૧૪/૫/૨૦૨૦ આજથી અન્ય હુકમ ના થાય ત્યાં સુધી શાકભાજી/ફળફળાદિ વેચનાર, હોમ ડીલીવરી કરનાર, કુરિયર સવસ, ગેસ સીલીડર ડિલીવરી કરનાર, અખબારના ફેરિયા, રીક્ષા અને ટેક્ષી ચાલકોને દર અઠવાડિયે નજીકની સરકારી હોસ્પિટલ કે સરકારી આરોગ્ય કેન્દ્ર પાસેથી કોવીદ-૧૯ લક્ષણો રહિત હેલ્થકાર્ડ મેળવી સાથે રાખવાનું રહેશે. આ કાર્ડની મુદત-૭ દિનની છે અને સક્ષમ અધિકારી માંગે ત્યારે રજુ કરવાનું રહેશે.સફાઇ કામદાર રાખનાર સંસ્થાઓ, એજન્સીઓ અને કચેરીઓ દ્વારા કામદારોનું દર અઠવાડિયે એકવાર મેડિકલ સ્ક્રીનીંગ કરાવવાનું રહેશે. કેન્દ્ર સરકારના ૧૭/૫/૨૦૨૦ સુધીના સમગ્ર દેશના લોકડાઉનમાં કચ્છ જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવેલ છે.જેથી, આ આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ અને ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ અન્વયે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.