કચ્છમાં કોરોનાના આઠ દર્દી સારવાર હેઠળ : વધારે એક શંકાસ્પદ દાખલ

ભુજની તબીબ યુવતી, મેઘપર બોરીચીનો યુવક તાથા બુઢારમોરાના ૬ લોકો સહિત તમામને સારવાર હેઠળ રખાયા છે. જેમાં તમામની તબીયત સ્ટેબલ હોવાનું તંત્ર જણાવ્યું હતું. ગઈકાલે ૧૫ નમુના લેવાયા હતા જે નેગેટીવ આવ્યા છે. આજે વધુ ૨૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનું પરીક્ષણ ભુજની લેબ ખાતે જ કરાશે. બહારાથી આવનારા લોકોને જોતા આજે કચ્છમાં ૨૩૭ લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા.તો જડસા ,મેઘપર બોરીચી તાથા બુઢારમોરા ગામોનો આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાયો હતો.આજે ભુજની ૭૦ વર્ષીય વૃધૃધાને કોરોના શંકાસ્પદ તરીકે જી.કેમાં દાખલ કરાઈ હતી.