મેઘપરમાં કોરોન્ટાઇન હોવા છતાં બહાર ફરતા સાત સામે ફરિયાદ

ભચાઉ તાલુકાના મેઘપર માં મુંબઈથી આવેલા સાત લોકો હોમ કોરોન્ટાઇન હોવા છતાં ગામમાં આંટાફેરા કરતા હોય આ સાથે સામેલ સરપંચે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના પગલે લોક ડાઉન છે અને બહારથી આવતા લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે છતાં બહાર આંટા ફેરા મારી રહ્યા છે ખાસ કરીને રેડ ઝોનમાં થી આવતા લોકોને હોમ કોરોન્ટાઇન કર્યા પછી તેમણે બહાર નીકળવાનું જ નથી તેવામાં ભચાઉ તાલુકાના મેઘપર માં હૈદરાબાદ થી આવેલા ઈશ્વર રામજી હથીયાણી મુંબઈથી આવેલા કાનજી અંબાજી વૈદ્ય અરવિંદ માવજી વૈધ ચિરાગ પરવીન વૈદ્ય જીગ્નેશ ધરમશી પટેલ મિથુન નારણ ગામી અને જીતુ અરજી ગામી હોમ કોરોન્ટાઇન હોવા છતાં ગામમાં આંટા ફેરા મારતા સરપંચ કરસન ભાઈ ચામરીયા એ ગામની સુરક્ષાની જવાબદારી લઈને ઉપરોક્ત તમામ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે