કચ્છમાં દોઢલાખ કિ.ગ્રા.અખાદ્ય મીઠાઇ-ફરસાણનો જથ્થો નાશ કરાયું

ભુજ, ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા ફૂડ સેફ્ટી તંત્ર દ્વારા કચ્છ જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં તપાસણી કરતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા, ખોરાકની ગુણવત્તા જાળવવા, હાઇજેનિક કંડિશન જાળવવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006′ અનુસાર સૂચના આપવામાં આવી હતી અને અંદાજે દોઢલાખનો અખાદ્ય માલ નાશ કરાયે હતો. વધુમાં લોકડાઉન દરમ્યાન કચ્છ જિલ્લાના જુદા જુદા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ આશરે 205 જેટલી પેઢીઓમાં રહેલી અંદાજિત 741 કિ.ગ્રા અખાદ્ય હોય તેવી મીઠાઇ, ફરસાણ તથા અન્ય ખાદ્યચીજના જથ્થાનો નાશ કરાયો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,55,990 થાય છે. આ વિભાગના ફૂડ સેફ્ટી અધિકારીએઁ ભુજ તથા ગાંધીધામ તાલુકાના જુદા જુદા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ દૂધના 35 સર્વેલન્સ સેમ્પલ લઇને પૃથક્કરણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જેનો રિપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી કરવામાં આવશે