આદિપુરના વૃદ્ધાને કોરોના પોઝિટિવ સંપર્કમાં આવેલાને કવોરન્ટાઈન કરાશે

ગત મંગળવારે કચ્છમાં એક સાથે કોરોનાના છ પોઝીટીવ કેસ આવ્યા બાદ ચારેક દિવસની રાહત બાદ આજે આદિપુરની વૃધ્ધ મહિલાનો કોરોના પોઝીટીવ કેસ આવતા કચ્છમાં કોરોનાની ચર્ચા જાગી હતી. અમદાવાદ ખાતે બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન ખુલાસો થયો હતો. આદિપુરના સંતોષી માતાજી મંદિર નજીક રહેતા ૬૩ વર્ષિય વૃધ્ધ મહિલામાં બ્રેસ્ટ કેન્સરના લક્ષણો જોવા મળતા ગાંધીધામની ખાનગી હોસ્પીટલમાં પણ સારવાર કરાઈ હોવાથી અહિંના તબીબો-સ્ટાફ સંપર્કમાં આવ્યા હોવાની શકયતા છે.ગત પાંચમી મે ના રોજ અમદાવાદની એક ખાનગી હોસ્પીટલમાં સર્જરી માટે વૃધ્ધ મહિલાને રીફર કરાયા હતા. એ જ દિવસે અમદાવાદની ખાનગી હોસ્પીટલે દર્દીનો નજીકની પ્રાઈવેટ લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ ૧૩ના રોજ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. વૃધ્ધ મહિલાના સેમ્પલ લીધાના આજે ત્રીજા દિવસે ૧૫ મેના લેબોરેટરીએ ટેસ્ટ રિપોર્ટ આપ્યો હતો જે પોઝીટીવ આવ્યો હતો.આ અંગેની જાણ પરિવારજનો દ્વારા આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી. જેથી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા મહિલાને જી.કે.જનરલ હોસ્પીટલમાં ખસેડયા હતા. આ અંગે આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ કે, મહિલાનો ટેસ્ટ અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યો છે. મહિલા દર્દી સાથે ગાંધીધામની ખાનગી હોસ્પીટલના તબીબો અને સ્ટાફ પણ સંપર્કમાં આવ્યા હોવાની શકયતા હોવાથી હોસ્પીટલના સીસીટીવી ફુટેજ ચકાસવામાં આવશે ત્યારબાદ સંપર્કમાં આવેલા સ્ટાફ અને પરિવારજનોને કવોરન્ટાઈન કરાશે.કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જડશા ગામ તેમજ અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામના સ.નં.૧૫૬ કૈલાશનગર ઝુંપડપટ્ટી વિસ્તારને તા.૨૮/૫/૨૦૨૦ સુાધી કોવીડ-૧૯ કન્ટેન્મેન્ટ એરિયા તરીકે કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.તાજેતરમાં જડસા ગામ તેમજ મેઘપર બોરીચીમાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતાં આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષાની તકેદારીની બાબતમાં ધ્યાને લઈ ગામમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૃરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ ગામની નજીકમાં આવેલ ગામના લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ-૫૧ થી ૫૮ તાથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા ફરમાવેલ છે.આજે ચાર વાગ્યા સુાધીમાં કુલ ૬૩૩૯ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૧૮૫૭૯૫ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી કુલ ૧૨૮૧ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુાધીમાં કુલ ૧૦૬૪ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૭ વ્યકિતનો પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. ૧૬૩ શંકાસ્પદ કેસોના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુાધીમાં કુલ ૪૧ જેટલા સેમ્પલ રિજેકટ કરવામાં આવ્યા છે.જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૧૧૭૯૭ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. બહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪૧૦ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૧૧૭૯૭ માંથી ૧૧૩૮૭ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ ૨૦૧૭૧ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ૮૭૮૪ વ્યકિતઓએ ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલ છે. જિલ્લામાં કુલ ૨૫૩૧ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસૃથા છે. જેમાં ૬૦૩ વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી ૧૯૩ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૪૧૦ વ્યકિતઓ કવોરોન્ટાઇનમાં છે. આ વિગત આજ સાંજના ચાર વાગ્યા સુાધીની છે.