કચ્છમાં ખાનગી વાહનમાં બહારાથી આવતા લોકોને સાત દિવસ માટે ફરજીયાત સ્વખર્ચે સરકારી ક્વોરન્ટાઈનમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને લઈને આજે સૂરજબારી ચેકપોસ્ટ પાસે ચેન્નઈાથી બસ લઈને આવેલા પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. આ પરિવારોએ સરકારી ક્વોરન્ટાઈનમાં રહેવાની તૈયારી દર્શાવી હતી પરંતુ રહેવા અને જમવાનો એક દિવસનો વ્યક્તિદીઠ ચાર્જ રૃ.૮૦૦ જેટલો થશે, તેવું સાંભળતા જ બાધા ડઘાઈ ગયા હતા. આ પરિવારોએ લાચારી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે ખાવાના પૈસા પણ બચ્યા નાથી, ત્યારે આવડો મોટો તોતિંગ ખર્ચ કેવી રીતે ઉઠાવવો? જો કે આ સવાલનો જવાબ સૃથાનિક તંત્ર પાસે પણ નહોતો.કચ્છમાં હોમ ક્વોરન્ટાઈન ભંગ કરવાના વાધી રહેલા કિસ્સાઓના ઉકેલ રૃપે સરકારી તંત્ર દ્વારા બે દિવસ પહેલા બહારાથી આવનાર લોકોને સાત દિવસ સરકારી ક્વોરન્ટાઈનમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને પોતાના ખાનગી વાહનો અને બસ દ્વારા આવતા લોકોએ ફરજીયાતપણે આ નિયમનું પાલન કરવાનો આદેશ કરાયો છે. આટલે સુાધી બધુ ઠીક છે, પરંતુ સરકારી દેખરેખ હેઠળ ક્વોરન્ટાઈન થનારા લોકોએ પોતાના રહેવા અને જમવાનો ખર્ચ પણ જાતે જ ઉઠાવવો પડશે તેવી સૂચનાને લઈને વિવાદ પેદા થવા માંડયો છે. આજે ચેન્નઈાથી ખાનગી બસમાં બેસીને આવેલા ચોબારી, કબરાઉ અને રાપરના પરિવારોને તંત્રએ સૂરજબારી ચેકપોસ્ટ ખાતે રોક્યા હતા. આ તમામને નિયમ મુજબ સાત દિવસ સ્વખર્ચે સરકારી ક્વોરન્ટાઈનમાં જવાની સુચના આપી હતી. ક્વોરન્ટાઈનમાં રહેવા માટે એક વ્યક્તિ દીઠ એક દિવસનું પ૦૦ રૃપિયા રૃમભાડુ અને રૃ.૩૦૦ જમવાના મળી રૃ.૮૦૦નો ખર્ચ નિયત કરાયો છે. એક વ્યક્તિ સાત દિવસ ક્વોરન્ટાઈનમાં રહે એટલે કુલ રૃ.પ૬૦૦નો ખર્ચ થાય છે. વ્યક્તિદીઠ આવડો મોટો ખર્ચ કરવાની અસમાર્થતા દર્શાવતા આ પરિવારોએ લાચારી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમુક લોકોએ ટિકીટ ભાડાના પૈસા માંડ ભેગા કર્યા છે, હવે ખાવાના પૈસા પણ બચ્યા નાથી, ત્રણ દિવસાથી સૂકા રોટલા ખાઈને અહી સુાધી પહોંચ્યા છીએ, અત્યાર સુાધી કરેલી તમામ બચત વપરાઈ ગઈ છે. આ સિૃથતિમાં સરકારી ક્વોરન્ટાઈનના ખર્ચની રકમ ક્યાંથી કાઢવી? તંત્ર બાધાને પોતાના ઘરમાં ભલે ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઈન કરે, ઉપર પોલીસનો પહેરો પણ લગાવી દે તેમાં કોઈને વાંધો નાથી. આૃથવા જો લોકોને સરકારી ક્વોરન્ટાઈનમાં રાખવા જ હોય તો પછી તેનો ખર્ચ પણ સરકારે ઉઠાવવો જોઈએ, તેવી માગણી ભોગ બનેલા પરિવારોએ કરી હતી.લોકોએ વેાધક સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, અત્યાર સુાધીમાં કચ્છીમાડુઓએ દાનની સરવાણી વહાવીને પ્રાધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ફંડમાં કરોડો રૃપિયાનું દાન આપ્યું છે. જેનો ઉપયોગ કોરોના સામેની લડત માટે કરવાનો હતો. પરંતુ હવે જ્યારે લોકોને જરૃર પડે ત્યારે તેમાંથી એક પણ રૃપિયો આપવામાં આવતો નાથી. તો પછી રાહત ફંડ માટે ઉઘરાવેલા પૈસા ક્યાં ગયા? તેમાંથી સરકારી ક્વોરન્ટાઈનનો ખર્ચ ઉઠાવવો જોઈએ. સરકાર માટે ગામે ગામ ફરીને પૈસા ઉઘરાવીને ફોટા પડાવતા આગેવાનોએ હવે વતન પરત ફરતી કચ્છની જનતા માટે પણ કંઈક અસરકારક કાર્યવાહી કરાવવી જોઈએ.