જ્યારે ભુજના ધારાસભ્યે તબીબની ભૂમિકામાં સગર્ભાને સહાય કરી

લોકડાઉનની સ્થિતિમાં અટવાઇ પડેલા લોકોના સંખ્યાબંધ કિસ્સા સામે આવતા રહે છે.આવામાં ખાવડાની એક કંપનીના પરપ્રાંતીય કામદારની સગર્ભા પત્નીને તાકીદે મદદ કરવામાં ભુજના ધારાસભ્યે તેમની ત્રીરોગ નિષ્ણાત તરીકેની આવડત કામે લગાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.મૂળ રાજસ્થાનની આ સગર્ભા મહિલાને મદદની જરૂરત હોવાનો સંદેશો મળતાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે તેમને તાબડતોબ ગાંધીધામમાં તેમની હોસ્પિટલમાં લાવવાની વ્યવસ્થા કરી હતી. ધારાસભ્યે તેમના ત્રીરોગ નિષ્ણાત તરીકેના અનુભવને કામે લગાડીને પોતાના પુત્રવધૂ ડો.આરતી આચાર્યના સંગાથે આ સગર્ભાની સોનોગ્રાફી સહિતની તપાસ તાકીદે હાથ ધરી હતી. તેને પ્રવાસમાં તકલીફ ન પડે એવી માવજત લીધા બાદ આ મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા તેમના ગામ મોકલી આપવાની વ્યવસ્થા ધારાસભ્યની સૂચનાથી ધવલભાઇ આચાર્ય અને નંદુભાઇએ ગોઠવી આપી હતી