2001ના વિનાશકના ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં અંદાજિત 9.46 કરોડના ખર્ચે અંજારમાં આકાર’ લઈ રહેલાં વીરબાળ ભૂમિ સ્મારક નિર્માણનું કામ’ વધુ એક વખત ટલ્લે ચડયું’ હોવાના’ અહેવાલ સાંપડયા હતા. આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા માર્ગ મકાન વિભાગને કામ બંધ કરવાની સૂચના’ અપાતાં’ અનેક’ પ્રકારની અટકળો ઊભી થઈ છે. 20 વર્ષે પણ’ સ્મારક’ ન બનતાં નાગરિકોમાં નારાજગી પ્રવર્તી છે.’ ઐતિહાસિક અંજારમાં’ 26 જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં મોટા પ્રમાણમાં ખાનાખરાબી સર્જાઈ હતી. આ હોનારતમાં ખત્રી’ ચોક પાસે’ ‘ ‘અવસાન પામેલા’ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા’ પોલીસ’ જવાનોની સ્મૃતિમાં અદ્યતન’ વીર બાળભૂમિ’ સ્મારક બનાવવા જે તે વખતે’ સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી. દર વર્ષે’ ભૂકંપની’ વરસીના દિને લોકોની સંવેદના સાથે’ જોડાયેલાં’ આ’ સ્મારકના મુદ્દે’ પ્રજાકીય પ્રતિનિધિઓ અને’ સરકારી અધિકારીઓ દ્વારા’ હૈયાધારણા આપી નવી-નવી જાહેરાતો કરાય છે. ત્યારબાદ વર્ષ દરમ્યાન આ’ મુદ્દે કોઈ મગનું’ નામ મરી પાડવા તૈયાર જ ન હોવાનું ચિત્ર છેલ્લા 20 વર્ષના ઘટનાક્રમ’ ઉપરથી ઉપસ્યું છે. વીર બાળભૂમિ સ્મારક નિર્માણ માટેની જમીન પસંદગીનો’ પેચીદો પ્રશ્ન ઉકેલાયા’ બાદ’ છેલ્લા’ કેટલાક મહિનાઓથી’ વીડી ચાર રસ્તા પાસે’ સ્મારકના કામનો ધમધમાટ શરૂ થયો હતો. અત્રે કામની’ ગતિવિધિને જોતાં હવે ખરા અર્થમાં સ્મારક બનશે તેવી આશા સ્વજનો ગુમાવનાર અનેક લોકોના મનમાં બંધાઈ હતી. માર્ગ અને’ મકાન વિભાગ(આર.એન્ડ.બી)ના નિરીક્ષણ તળે ચાલતાં આ સ્મારકનું મોટાભાગનું કાર્ય પૂર્ણતાના આરે છે તેવામાં’ છેલ્લા’ કેટલાક’ દિવસોથી આ કાર્યને બંધ’ કરી દેવાતાં’ અનેક પ્રશ્નો ખડા થયા હતા.આર.એન્ડ.બી.ના અધિકારી શ્રી બલદાણિયાનો’ ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું’ કે આપત્તિ’ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જે’ સ્થિતિએ કામ છે તે સ્થિતિએ ઊભું રાખવા’ માટે સૂચના અપાઈ છે જેને કારણે’ કામ અટકયું છે. કામ’ કરનાર એજન્સીની સમયમર્યાદા પૂર્ણ થશે તો તેનું’ શું તેવા પ્રશ્નના જવાબમાં’ તેમણે કહયું હતું કે એજન્સીને છુટી કરવા જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે. જે તે વખતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓએ’ સાઈડની મુલાકાત લઈ’ જરૂરી નિરીક્ષણ કર્યું હતું. 20 વર્ષે’ અધિકારીઓને ડિઝાઈન ન ગમતી હોવાથી કામ બંધ કરવા સૂચના અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.હાલની સ્થિતિએ અંજારવાસીઓને હજુ એક દોઢ વર્ષ’ આ સ્મારક માટે રાહ જોવી પડશે. આ અંગે ત્વરિત નિર્ણય લેવાશે નહીં તો થયેલાં કામને પણ નુકસાન થશે તેવું જાણકારોએ કહયું હતું. વહીવટી તંત્ર અને સરકાર ધારે તો ગમે’ તે કાર્ય ઝડપભેર પૂર્ણ કરી શકે છે. જે ઉદાહરણ કોરોના સામેના જંગમાં જોવા મળ્યું હતું. સરકારમાં સીધું પ્રતિનિધિત્વ કરતા રાજયમંત્રી’ પણ અંજાર મત વિસ્તારના છે. તેમ છતાં બે દાયકાની હૈયાધારણા બાદ સ્મારક ન બનતાં સ્થાનિકવર્ગમાં નારાજગી છવાઈ છે.’