હળવદમાં પાન મસાલાના ગલ્લા ઉપર બંધાણીઓની ભીડ જામી

રાજ્ય સરકાર દ્વારા પાન મસાલા ના ગલ્લા ખુલ્લા રાખવાની છૂટ આપતા બંધાણીઓ ના જીવમા જીવ આવ્યો હતો.હળવદમાં પાન-મસાલાનાં ગલ્લા ઉપર બંધારણીઓ ભીડ જામી હતી અને સોશિયલ ડિસ્ટન્સીંગ ના લીરે લીરા ઊડયા હતા. વહેલી સવારથી પાન-મસાલા ના ગલ્લા ઉપર બંધાણીઓ ઉમટી પડ્યા હતા.સેલ્સ એજન્સી ના માલિકો કૃત્રિમ અછત કરીને ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાનું સામે આવ્યું છે.કોરોના ને હરાવી લીધો હોવાનો માહોલ હળવદમાં જોવા મળ્યો લોકો બજારોમાં અને ખાસ કરીને પાન મસાલા ના ગલ્લા પર ઉમટી પડ્યા છે.ગલ્લા ના સંચાલકો પાસે પૂરતો તમાકુ બીડી નો જથ્થો ન હોય જેથી સેલ્સ એજન્સી વાળાઓ કાળા બજાર કરતા હોવાનું સામે આવ્યું.તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી બંધાણીઓ ની માંગણી છે.