ગઇ કાલે મંગળવારે કચ્છમાં કોરોનાનો જ્વાળામુખી ફોટ્યો. સોસીયલ મિડીયામાં આ સમાચાર ફરતા થયા અને મીડીયા કર્મીઓ ,મીડીયાના તંત્રીઓ ઉપર સત્ય જાણવા લોકોના ફોનનો મારો ચાલું થયો. પરંતું ૨૧ કેસમાં જિલ્લાના બધા મુખ્ય અધિકારીઓને જાણે સાપ સુંઘી ગયો હોય તેમ મોઢામાં મગ ભરીને બેસી ગયા. કોઇ તો પોતાની ઓફીસના પાછલા બારણેથી પલાયન થઇ ગયા. લોકોમાં ભયનો માહોલ હતો તો મડીયાને કોઇ સાચી અને વિગતવાર માહિતી જવાબદાર અધીકારી પાસેથી મળતી ન હતી. નાની નાની બાબતોમાં પ્રેસને માહિતી આપતા તંત્ર દ્વારા જાણી જોઇને મિડીયાની અવગણના કરવામાં આવી. અધિકારીઓ વચ્ચેનો સંકલનનો અભાવ સપાટી પર આવ્યો. સવારના સમાચાર પત્રો દ્વારા લોકો સાચી હકીકતથી માહીતગાર થયા. છેલ્લા ૩ દીવસમાં જે કેસ પોઝીટીવ સામે આવ્યા છે તે તમામની ટ્રાવેલીંગ હીસ્ટ્રી મૂબંઈની છે અને આજે ૧૨૦૦ લોકો મૂબંઇથી કચ્છ આવી રહ્યા છે….શું થશે ?? હિતેશ સોની