કોરોના મહામારીને કારણે હાલના સંજોગોને ધ્યાને લઈ પ્રાથળીયા આહીર સમાજના આ વર્ષે સમૂહલગ્ન મોકૂફ

આજે તા.20/05/2020 એટ્લે કે વૈશાખ મહિનાની અંધારી તેરસ સમગ્ર કરછના પ્રાથળીયા આહીર સમાજમાં કોઈપણ લગ્ન નું મૂરત જોવડાવવામાં આવતું નથી.ભગવાન શ્રી ક્રુષ્ણ ના વખતથી આજના દિવસને આહીર સમાજના લગ્નનું શુભ મૂરત માનવામાં આવે છે.આજના દિવસ ૨૪ કલાક દરમિયાન સારામાં સારુ મૂરત માનવમાં આવે છે.પરંતુ હાલમાં કોરોના સંક્રમણ ન ફેલાય અને સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોવાથી સમગ્ર આહીર સમાજે સરકાર શ્રીના નિયમોનું પાલન કરી અને આ વર્ષે આખા સમાજે લગ્ન મોકૂફ રાખેલ હોય સમગ્ર આહીર પટ્ટી માં સાવ સાંતી ભર્યું વાતાવરણ દેખાય છે.તેમજ સમાજના પ્રમુખ અગ્રણીઓ પણ અગાઉ થી સમાજના જાહેર કરેલ કે આ વર્ષે તેરસના લગ્ન ના પ્રોગ્રામ મોકૂફ રાખવાની જાણકારી આપેલ