અયોધ્યામાં રામમંદિર નહીં રામજન્મભૂમિ મંદિર બને છે

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે સોશ્યલ મીડીયાના માધ્યમથી અયોધ્યામાં શરૂ થઇ રહેલ રામમંદિર નિર્માણ પહેલા રામમંદિર આંદોલનની માહિતી આપી છે. ચંપતરાયે કહ્યું કે ભગવાનને જન્મભૂમિને બદલી ન શકાય એટલા માટે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું નહીં પણ રામ જન્મભૂમિનું મંદિર  બની રહ્યું છે. એક વિરોધીએ આપણા પર હુમલો કર્યો હતો. તેથી આપણુ અપમાન થયું હતું પણ હવે અયોધ્યામાં મંદિર બની જશે. રામ જન્મભૂમિમાં ચાલી  રહેલ લેવલીંગ કામ અંગે ટ્રસ્ટે કામની માહિતી આપતા જણાવ્યું કે, લોકડાઉન બાબતે  બહાર પડાયેલ આદેશો અનુસાર રામ જન્મભૂમિ પરિસરમાં સોશ્યલ  ડીસ્ટન્સીંગ સાથે મંદિર નિર્માણ અંગેના કામો થઇ રહ્યા છે. જેમાં ત્રણ જેસીબી મશીન એક ક્રેન, બે ટ્રેકટર અને ૧૦ મજૂરો લગાવવામાં આવ્યા છે.