માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છમાં કોરોના વાયરસની મહામારીમાં 4થા લોકડાઉન દરમ્યાન સમય ફેરફાર માટે કલેક્ટરને વિનંતી કરાઈ છે. માંડવી ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસ શાહ, માનદમંત્રી નરેન્દ્ર સુરુ, ખજાનચી ચંદ્રસેન કોટક તેમજ તમામ કારોબારીએ કલેક્ટર’ પ્રવીણા ડી.કે.ને જણાવ્યું હતું કે અગાઉ દુકાનો ખોલવા માટે સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીનો હતો તે બરોબર છે. 4થા લોકડાઉન દરમ્યાન સવારે 7થી બપોરના ચાર વાગ્યા સુધી કરાયો છે. તે વેપારીઓ તેમજ ગ્રાહકોને પણ અનુકૂળ ન જ થઈ શકે.વાડીલાલભાઈએ જણાવ્યું કે બપોરે 12થી સાંજના 5 વાગ્યા સુધી ધોમધખતા તાપમાં કોઈ પણ શહેર કે ગ્રામ્ય વિસ્તારનો ગ્રાહક આવી કાળઝાળ ગરમી તેમજ તાપમાનમાં આવે જ નહીં. સાંજના 2 કલાક વેપારીઓને વેપારનો ગ્રાહકનો લાભ મળી શકે.