શહેરના સેકટર -5માં રહેણાક વિસ્તારમાંથી કવોરેન્ટાઈન સેન્ટર દૂર કરવાસ્થાનિકોએ પ્રશાસન સમક્ષ માંગ’ કરી હતી. સેકટર- 5ના’ લોકોએ અંજાર પ્રાંત અધિકારી ગાંધીધામ માલતદાર, પૂર્વ કચ્છ પોલીસવડાને સંબોધતા’ એક પત્રમાં કહ્યં હતું કે બહારના રાજય તથા’ જિલ્લામાંથી આવતા લોકોને’ ‘ગર્લ્સ હોસ્ટેલ ખાતેના કવોરેન્ટાઈન સેન્ટરમાં રાખવા માટે નિર્ણય લેવાયો છે. આ સેન્ટર’ બહોળા રહેણાંક વિસ્તારમાં’ આવેલું’ છે.’ આ વસાહતમાં’ કોરોના ફેલાવાનું કે પ્રમાણ વધવાનું જોખમ ઉભું થશે અને અહીંના લોકોના’ આરોગ્ય અને સુરક્ષાનો પ્રશ્ન ઉભો થશે. તાજેતરમાં’ ‘જિલ્લામાં’ એક સાથે 14 કેસો નોંધાયા છે.’ જે વહીવટીતંત્ર અને લોકો માટે લાલબત્તી સમાન છે. હજુ’ કેસોની સંખ્યા’ ‘વધી’ શકે છે. બહોળી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં જો’ આ સેન્ટરને ચાલુ’ રાખવામાં આવશે તો જોખમ વધશે. સ્થાનિક લોકોના આરોગ્યના હિતમાં અત્રેથી સેન્ટર અન્યત્ર’ હટાવવા’ માંગ કરાઈ હતી.”