મધ્ય પ્રદેશમાં થયેલા એક લગ્ન બાદ 2 જિલ્લામાં હડકંપ મચી ગયો છે. અહીં લગ્નના ત્રણ દિવસ પછી ખબર પડી કે જેના લગ્ન થયા છે તે યુવતી કોરોના પોઝિટિવ છે. આ વાત બહાર આવતાં જ યુવતીના પતિ સહિત 32 લોકો કોરોન્ટાઈન થયા છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર યુવતી રેડ ઝોન એવા ભોપાલથી લગ્ન કરી અને રાયસેનના મંડીદીપ ગઈ હતી.