જેતલસરના રૂપાવટીના ખેડૂતોએ ડુંગળી ઘેટાં-બકરાંને ખવડાવી દીધી

જેતલસર પંથકના રૂપાવટી ગામે ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો નીચા મળતા ભાવથી ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ આજે પોતાના ખેતરની ડુંગળી ઘેટા બકરાને ખવડાવી દીધી હતી. ચાલુ વર્ષે ડુંગળીનું બમ્પર  ઉત્પાદન થયું છે. સારાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચાલતા માર્કેટ યાર્ડોમાં ડુંગળીના ભાવ ગગડી ગયા છે. આજથી પાંચ મહિના પહેલા રૂપિયા એકસોથી સવાસોની પ્રતિ કિલોએ વેચાતી ડુંગળી હાલના દિવસોમાં માત્ર બેથી પાંચ રૂપિયામાં જ વેચાઈ રહી છે. રૂપાવટીના ભીખાભાઈ ઠુંમરે પોતાના ખેતરમાં પાંચ વિઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ઉત્પાદન ખર્ચને મજુરીમાં કરેલો ખર્ચ પણ નહીં ઉપજતા અને માર્કેટ યાર્ડોમાં માત્ર રૂપિયા ૨ થી ૫ માં ડુંગળી વેચાતી હોવાથી રોષે ભરાઇને આજે પોતાનો ડુંગળીનો પાક ઘેટા બકરાના ખવડાવી દીધો હતો. આવી પરિસ્થિતિ પંથકમાંમાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોની છે