ગાંધીધામમાં ઘરમાંથી ધાણી પાસાની જુગાર ક્લબ ઝડપવા માં આવી

પોલીસે 3.41 લાખની રોકડ સાથે ૧૧ શખ્સો ને ઝડપી પાડયાગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં આવેલી વોર્ડ સેવન સી માં એક બંગલામાં ધાણીપાસા ની જુગાર કલબ પર એલસીબી રેડ પાડીને 11 શખ્સોને 3.41 સાથે ઝડપી પાડયા હતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના વોર્ડ સેવન સી નવીન બાબુલાલ ઠક્કર લાલ ઉઘરાવીને ધાણી પાસા નો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબીએ રેડ પાડીને તેના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા નવીન બાબુ ઠક્કર ,વાસુદેવ કેવલરામ નાનપની, હરાધન બુધારામ ભગત કિશોર પોપટ સોલંકી ભૂરીભાઈ ધનુમાલ હોતચાંદાની, અજયસિંહ હકુભા સોઢા દિપક કરશન ડાંગર લક્ષ્મણ રામ જાજણી મયુર ધીરજલાલ ઠક્કર નટુ મુળજી ઠક્કર રાજુ ઈશ્વર રામ જાણી ને રોકડા રૂપિયા 3.41 લાખ , 15.75 લાખના પાંચ વાહન 57 હજાર ના મોબાઈલ સહિત કુલ રૂપિયા 1973570 ના મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડયા હતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે