ભચાઉ તાલુકાના યશોદાધામ પાસે આવેલી સોસાયટીમાં બનેલા હેવાનિયતભર્યા કૃત્યમાં પોલીસે સર્વગ્રાહી તપાસ હાથ ધરી છે. યશોદાધામ નજીક આવેલી સોસાયટીમાં આ જઘન્ય કૃત્ય બન્યું હતું. પાંચ વર્ષીય એક પરપ્રાંતીય બાળકી ઉપર અજાણ્યા શખ્સે પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ આરોપીને પકડી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારને ખુંદી નાખ્યો હતો. અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પગી સહિતની મદદ મેળવી પોલીસ સર્વગ્રાહી તપાસ ચલાવી રહી છે, પરંતુ અધમ કૃત્ય કરનારો શખ્સ હજુ પોલીસની પકડમાં આવ્યો નથી.