રિઝર્વ બેન્કે આમ આદમી માટે કરી મોટી જાહેરાતઃ ઓગષ્ટ સુધી મોરેટોરીયમને લંબાવવા નિર્ણયઃ રેપોરેટમાં પણ ઘટાડો જાહેર કર્યોઃ લોન સસ્તી થશે : એકસપોર્ટ ક્રેડિટનો કનિદૈ લાકિઅ સમય ૧ વર્ષથી વધારી ૧૫ માસ કરવામાં આવ્યોઃ જીડીપી ગ્રોથ નેગેટીવ રહેવાની શકયતાઃ કોરોના-લોકડાઉનના કારણે ભારત સહિત વિશ્વભરના અર્થતંત્રને મોટો કનિદૈ લાકિઅ ફટકોઃ લોકડાઉનના અકિલા કારણે મોંઘવારી વધવાના એંધાણઃ દાળના ભાવમાં ઉછાળો ચિંતાજનકઃ રિઝર્વ બેન્કના ગવર્નર શશીકાંત દાસની પત્રકાર પરિષદ કોરોના વાયરસ અને તેને કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી અર્થતંત્ર અને સામાન્ય લોકોને થયેલી મુશ્કેલીમાં રિઝર્વ બેંકે રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. રિઝર્વ બેંકના ગર્વનર શશીકાંતદાસે આજે વારે એક પત્રકાર પરિષદને સંબોધીત કરી લોન લેનારાને વધુ ૩ મહિનાની રાહત આપી છે એટલે કે ટર્મ લોન લેનારા હવે ઓગષ્ટ સુધી હપ્તા નહીં ભરે તો ચાલશે. અગાઉ પણ તેમણે ૩ મહિના માફી આપી હતી જે હવે વધીને ૬ મહિના થઇ છે. રિઝર્વ બેંકે આજે રેપોરેટમાં પણ ૦.૪૦ ટકાનો ઘટાડો કર્યો છે. જેનાથી પણ લોન સસ્તી થવાની સંભાવના જાગી અકીલા છે. જૂનથી લઇને ઓગષ્ટ સુધી પર્સનલ લોન, હોમ લોન, ઓટો લોન અને ક્રેડિટ કાર્ડના બીલ વગેરે પર વધુ ૩ મહિના માટે લોનધારકોને રાહત મળશે. અગાઉ ૨૭ માર્ચે રિઝર્વ બેન્કે માર્ચથી મે સુધી હપ્તામાં રાહત આપી હતી. આજે સવારે પત્રકાર પરિષદને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે એમ.પી.સી.એ. રેપોરેટમાં ૦.૪૦ ટકાનો ઘટાડો જાહેર કરવા નિર્ણય લીધો છે. જેનાથી કનિદૈ લાકિઅ લોકોના ઇએમઆઇ ઘટશે. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ નેગેટીવ રહી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે કોરોના વાયરસથી વૈશ્વિક અર્થતંત્રને નુકસાન થયુ છે. જેમાં પણ ભારત પણ બાકાત નથી. દેશમાં ૬ મહત્વના પ્રદેશોમાં ઔદ્યોગીક ઉત્પાદન ઘટયું છે એટલું જ નહી વીજળી અને પેટ્રોલની ડીમાન્ડ પણ ઘટી છે. તેમણે જણાવ્યું હતું કે દાળના વધતા ભાવ ચિંતાની બાબત છે પરંતુ સારા ચોમાસાના કારણે ભાવ કાબુમાં આવે તેવી શકયતા છે. સારા કૃષિ ઉત્પાદનની આશા પણ જાગી છે. રિઝર્વ બેંકના ગર્વનરે વધુમાં જણાવ્યું હતું કે નિકાસને પ્રોત્સાહન આપવા માટે એકસપોર્ટ ક્રેડીટનો સમય એક વર્ષથી વધારે ૧પ માસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોન લેનારા માટે તેમણે આજે વધુ રાહત જારી કરી છે. જે અંતર્ગત મોરેટોરીયમને ૧ લી જુનથી ૩૧ ઓગષ્ટ સુધી એટલે કે વધુ ૩ માસ લંબાવવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું આ સાથે કુલ ૬ મહિનાનું મોરેટોરીયમ મળશે. અગાઉ ૩ મહિના લોકોનું હપ્તા માફી આપવામાં આવી હતી તેમણે કહયું હતું કે આ ગાળાનું વ્યાજ ચુકવવા ૩૧ માર્ચ ર૦ર૧ સુધીનો સમય આપવામાં આવશે.