રજા ન મળવાથી MES કર્મચારીનું હાર્ટએટેકથી મોત,

ભુજ એમઇએસમાં ફરજ બજાવતા કર્મચારીને રજા ન મળતા માનસિક તાણના કારણે બેભાન થઇ જતાં હાર્ટ એટેક આવી જતા સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યું હતું. એરફોર્સ MESમાં નોકરી કરતા વિનોદભાઈ અમરતલાલ પરમાર (ઉ.વ.53)ના પિતાજીની તબિયત ખરાબ હોવાથી તેઓએ નોકરીમાંથી રજા માંગવા અરજી કરી હતી પરંતુ ઓફિસેથી રજા મળતી ન હતી. જેના ટેન્શનમાં આવી જતા બેભાન થઈ ગયા હતા અને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા હાર્ટ એટેકનો હુમલો આવ્યો હોવાનું નિદાન થયું હતું.